Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mahesh Bhatt Birthday: પત્ની અને મોટી પુત્રી પૂજાએ આ રીતે પાઠવી શુભેચ્છા, આલિયાએ શું કર્યુ? 

Mahesh Bhatt Birthday: પત્ની અને મોટી પુત્રી પૂજાએ આ રીતે પાઠવી શુભેચ્છા, આલિયાએ શું કર્યુ? 

20 September, 2022 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલીવૂડના લોકપ્રિય ફિલ્મ મેકર મહેશ ભટ્ટ( Mahesh Bhatt Birthday)નો આજે 74મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે ફિલ્મ જગતની હસ્તીઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

સોની રાઝદાન અને મહેશ ભટ્ટ

સોની રાઝદાન અને મહેશ ભટ્ટ


બૉલીવૂડના લોકપ્રિય ફિલ્મ મેકર મહેશ ભટ્ટ( Mahesh Bhatt Birthday)નો આજે 74મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે ફિલ્મ જગતની હસ્તીઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.  પત્ની સોની રાજદાન અને પુત્રી પુજા ભટ્ટે પણ મહેશ ભટ્ટને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. 

પતિ મહેશ ભટ્ટને તેમના 74માં જન્મદિવસ પર અભિનંદન આપતાં, સોની રાઝદાને પતિ મહેશ ભટ્ટની એક તસવીર શેર કરી છે. તેમની પોસ્ટમાં લખ્યું છે, `હેપ્પી બર્થ ડે ડાર્લિંગ કો-ટ્રાવેલર`. હવે ચાહકો અને સંબંધીઓ સોશિયલ મીડિયા પર મહેશને અભિનંદન આપી રહ્યા છે. તે જ સમયે સેલેબ્સ પણ મહેશને અભિનંદનની પોસ્ટ મોકલી રહ્યા છે. આ અવસર પર આલિયા ભટ્ટના પિતાની બર્થડે પોસ્ટ આવવાની બાકી છે. જો કે હાલમાં આલિયા બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ખુબ જ લાઈમ લાઈટમાં છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)


નોંધનીય છે કે મહેશ ભટ્ટ અને સોની રાઝદાનના લગ્ન વર્ષ 1986માં થયા હતા. સોની ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની બીજી પત્ની છે, અને તેણે પુત્રી આલિયાને જન્મ આપ્યો છે. મહેશ  ભટ્ટને કુલ ચાર સંતાન છે, જેમાં 90ના દાયકાની સુંદર અભિનેત્રી પૂજા ભટ્ટ, શાહીન ભટ્ટ અને પુત્ર રાહુલ ભટ્ટ અને સૌની ચહિતી ક્યુટ આલિયા ભટ્ટ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja B (@poojab1972)

પૂજા ભટ્ટે પણ સોશિયલ મીડિયા પર પિતા મહેશ ભટ્ટ માટો પોસ્ટ શેર કરી છે.  પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પૂજા ભટ્ટે લખ્યું કે, `આપણી કૈકોફોર્ની માટે સદ્ભાવ, મારા શબ્દોનો મતલબ છે, હેપ્પી બર્થડે પોપ્સ! અંધકારમાં તમે એક એવો પ્રકાશ છો જેને કોઈ ન મીટાવી શકે ના કોઈ બુઝાવી શકે.`

આ પણ વાંચો:`દુનિયામાં બધુ ઠીક નથી...` UNમાં પ્રિયંકા ચોપરાએ વૈશ્વિક સ્થિતિ પર કરી વાત

મહેશ ભટ્ટની ફિલ્મોની વાત કરીએ તો `આશિકી`, `દિલ હૈ કી માનતા નહીં`,  `સડક` જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.  મહેશ ભટ્ટને ફિલ્મ `હમ હૈ રાહી પ્યાર કે` માટે એવોર્ડ મળ્યો હતો. તેમજ મહેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સ હેઠળ `ઝખ્મ`, `તમન્ના`, `જિસ્મ`, `મર્ડર` અને `વો લમ્હે` જેવી ફિલ્મો બની છે.

આ પણ વાંચોઃ`Doctor G`ફિલ્મનું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના પાસે સારવાર કરાવવા મહિલાઓનો ખચકાટ, જુઓ

 

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK