‘અનાયે’ નામની તેની આ પેઇન્ટિંગ વેચાઈ પણ ગઈ છે. તેની ફિલ્મોની વાત કરીએ તો તે ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ અને ‘બુલબુલ તરંગ’માં જોવા મળવાની છે.
પેઇન્ટર બની સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે તેણે હંમેશાંથી તેની ચિત્રકળા પર ધ્યાન નથી આપ્યું. તેણે તાજેતરમાં જ ભગવાન ગણેશજીની પેન્ટિંગ બનાવી હતી. ‘અનાયે’ નામની તેની આ પેઇન્ટિંગ વેચાઈ પણ ગઈ છે. તેની ફિલ્મોની વાત કરીએ તો તે ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ અને ‘બુલબુલ તરંગ’માં જોવા મળવાની છે. બીજી તરફ તે ‘ફૉલન’ દ્વારા વેબ-સિરીઝના ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહી છે. તેના બનાવેલા પેઇન્ટિંગનું વેચાણ થતાં તેની ખુશીની કોઈ સીમા નથી રહી. કળા વિશે સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે ‘કળા મારા જીવનનો અગત્યનો ભાગ છે. આ જ કારણ છે કે એ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. હું એક ઍક્ટર છું. મેં સિનેમામાં મારું ખાસ સ્થાન જમાવ્યું છે. જોકે આ કળા તો એકદમ અલગ છે. એથી મને લાગી રહ્યું છે કે હું એમાં નવી શરૂઆત કરી રહી છું. હું થોડા સમય પહેલાં મારી આ કળા પર વધુ ધ્યાન પણ નહોતી આપતી.’

