Sonakshi Sinha and Zaheer Iqbal Wedding: આ જ મહિને બંને લગ્ન કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- નાના-મોટા ફંક્શન્સ અને વેકેશનમાં બંને સાથે જોવા મળતાં હતાં
- અત્યારે તો એક્ટ્રેસના `હીરામંડી`માં તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે
- આ એક ઈન્ટિમેટ વેડિંગ સેરેમની હોઈ શકે છે
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને તે ઝહીર ઈકબાલને ડેટ કરી રહી હોવાની વાતોએ વેગ પકડ્યો હતો. હવે એ વચ્ચે બંનેના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. એ જ કારણોસર બંને વચ્ચેના સંબંધો પરથી પડદો ઉઠ્યો હતો. નાના-મોટા ફંક્શન્સ અને વેકેશનમાં શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી હવે લગ્ન બંધન (Sonakshi Sinha and Zaheer Iqbal Wedding)માં બંધાવા જઈ રહી છે.
આ જ મહિનામાં છે શુભ મુહૂર્ત!
ADVERTISEMENT
હા, તમને જણાવી દઈએ કે એવા અહેવાલ સામે આવ્યા છે કે આ બંને આ જ મહિને પ્રભુતામાં પગલાં (Sonakshi Sinha and Zaheer Iqbal Wedding) પાડશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
View this post on Instagram
અત્યારે તો સોનાક્ષી સિંહા વેબ સિરીઝ `હીરામંડી`માં તેના અભિનયના વખાણટી ફૂલી રહી છે. ત્યારે બિઉજિ બાજુ તેના પિતા શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં આસનસોલથી બેઠક જીતી હતી. આ રીતે ખુશીઓના ધડાકા બાદ સિંહા પરિવાર વધુ એક પ્રસંગ કરે એવી આશા જણાઈ રહી છે.
શું છે તારીખ?
પ્રાપ્ત અહેવાલો અનુસાર એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા ઝહીર ઈકબાલ સાથે સાત ફેરા ફરી લેવાનો નિર્ણય (Sonakshi Sinha and Zaheer Iqbal Wedding) કરી લીધો છે. અહેવાલ તો એમ પણ કહે છે કે આ બંને 23 જૂનના રોજ લગ્ન કરશે. અને તેમનો વિવાહ સમારંભ દક્ષિણ મુંબઈમાં ભવ્યતાથી ઉજવાશે!
તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખુલ્લેઆમ જાહેરમાં એકસાથે દેખાતા હતા. અત્યારે આ મહિનાના પ્રારંભમાં જ સોનાક્ષી સિંહાએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે તેણીના બોયફ્રેન્ડે સોશિયલ મીડિયા પર તેણીને રોમેન્ટિક ક્ષણો દર્શાવતી પોસ્ટ મૂકીને શુભેચ્છાઑ પાઠવી હતી. ત્યારથી જ આ બંનેની રિલેશનશિપ ચર્ચામાં હતી.
કોને કોને અપાયું આમંત્રણ?
પ્રાપ્ત અહેવાલો અનુસાર તેમના વેડિંગ ફંક્શન (Sonakshi Sinha and Zaheer Iqbal Wedding)માં અનેક મહેમાનોને આમંત્રણ અપાયું છે. જોકે, આ એક ઈન્ટિમેટ વેડિંગ સેરેમની હોય શકે છે. એટલે એમાં ખાસ તો તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ ભાગ લેશે એવું જણાઈ રહ્યું છે.
વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ મચાવી રહી છે ધૂમ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`માં પોતાના રોલને લઈને સોનાક્ષીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર` નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ફરદીન ખાન, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, મનીષા કોઈરાલા, શર્મિન સેગલ, તાહા શાહ બદુશા, શેખર સુમન અને અધ્યાયન સુમન પણ `હીરામંડી`નો મહત્વનો ભાગ છે.

