તેનું કહેવું છે કે મનુષ્યનાં કાર્યો પર કન્ટ્રોલ ન રાખવાથી ગરમીનો પારો વધી રહ્યો છે
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ વધતી જતી ગરમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતની સાથોસાથ દુનિયાભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા સમય પહેલાં શાહરુખ ખાનને પણ લૂ લાગતાં તેને અમદાવાદની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. વધતી ગરમી વિશે સોનાક્ષી સિંહાએ કહ્યું કે ‘હાલમાં આપણે જે હીટવેવ જોઈ રહ્યા છીએ એ આપણે માટે એક રિમાઇન્ડર છે કે ગ્લોબલ વૉર્મિંગ ખૂબ રિયલ છે. ધરતી ખૂબ તપી રહી છે એમ સતત કહેવામાં આવી રહ્યું હતું અને હવે આપણે એનો અનુભવ પણ કરી રહ્યા છીએ. મનુષ્યનાં કાર્યો પર કન્ટ્રોલ ન કરવાથી આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મને લાગે છે કે સકારાત્મક પરિવર્તન લાવવા માટે હજી મોડું નથી થયું. આપણે બાળકો અને યુવાનોમાં ક્લાઇમેટ ચેન્જને લઈને જાગરૂકતા ફેલાવવી જરૂરી છે.’

