સોહેલ અને સીમાએ ૨૪ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૨૨માં ડિવૉર્સ લીધા હતા
સોહેલ ખાન, સીમા સજદેહ
સોહેલ ખાનનું તેના ડિવૉર્સને લઈને કહેવું છે કે દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે. સોહેલ અને સીમાએ ૨૪ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૨૨માં ડિવૉર્સ લીધા હતા. તેમણે દીકરાનું નામ નિર્વાણ ખાન રાખ્યું છે. સોહેલે હાલમાં જ એક શો ‘ડમ્બ બિરયાની’માં હાજરી આપી હતી. એ દરમ્યાન ડિવૉર્સ વિશે વાત કરતાં સોહેલે કહ્યું હતું કે ‘રિલેશનશિપને લઈને હંમેશાં પ્રેશર આપવામાં આવે છે કે સામેની વ્યક્તિને અથવા તો તમારું શું થશે. દુનિયા ખૂબ જ મોટી છે. રિલેશનશિપ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એમાં ખુશ રહો અને એને એન્જૉય કરો. એને ખરાબ ન થવા દો, કારણ કે એ રિલેશનશિપ ખરાબ થઈ તો સામેવાળી વ્યક્તિ નેગેટિવ લાગવા માંડે છે. દરેક વસ્તુ એક્સપાયરી ડેટ સાથે આવે છે. દવા ખરીદો, ચૉકલેટ ખરીદો કે ફૂડ ખરીદો દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે. એ જ રીતે રિલેશનશિપમાં એક્સાઇટમેન્ટ પૂરી થઈ ગઈ તો એ પણ એક્સપાયર થઈ જાય છે અને તમે મૂવ ઑન કરો છો. કમ્યુનિકેશન સૌથી બેસ્ટ ઑપ્શન છે. જો તમને લાગે કે તમે તમારા પાર્ટનરને કંઈ કહેશો અને તે તમને જજ કરશે અને એથી તમે એ વાત શૅર ન કરો તો એ રિલેશનશિપમાં પ્રૉબ્લેમ છે એમ સમજવું.’