સિતારે ઝમીન પરનું દિલ્હીનું શૂટિંગ ટૂંકાવીને હવે લખનઉ અથવા મધ્ય પ્રદેશમાં કરશે શૂટ
આમિર ખાનની તસવીર
આમિર ખાનની ફિલ્મો હજારો કરોડનો બિઝનેસ કરે છે અને એમ છતાં તેને દિલ્હીમાં શૂટ કરવાનું ભારે પડી રહ્યું છે. તેની ફ્લૉપ ફિલ્મો પણ ઘણો બિઝનેસ કરે છે. તે હવે ‘સિતારે ઝમીન પર’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શેડ્યુલ દિલ્હીમાં હતું, પણ હવે એને ટૂંકાવી નાખ્યું છે. પહેલાં એક મહિનાનું શૂટ અહીં થવાનું હતું, પરંતુ એક દિવસ શૂટ કરવા માટે લાખો રૂપિયા ચૂકવવા પડતા હોવાથી હવે એ માટે તેની લખનઉ અથવા મધ્ય પ્રદેશમાં શૂટ કરવાની યોજના છે. દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર શૂટ કરવા માટે એક કલાકના બે લાખ રૂપિયા આપવા પડે છે અને દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શૂટ કરવા માટે ૪ કલાકના ૧૨ લાખ રૂપિયા આપવા પડે છે. જોકે આ બજેટની અસર ફિલ્મો પર પડતાં હવે ‘સિતારે ઝમીન પર’ને ફક્ત ૮થી ૧૦ દિવસ દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. એ પહેલાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ ટૂંકાવી નાખવામાં આવ્યું હતું. ઘણાં પ્રોડક્શન-હાઉસ રાઇટર્સને સ્ટોરી દિલ્હીમાં આધારિત ન હોય એ રીતની બનાવવાનું કહી રહ્યા છે જેથી તેમનો શૂટિંગનો ખર્ચ ઓછો થાય.