ગરમીથી બચવા વાઇટનો સહારો લીધો આલિયાએ , વિશાલ જેઠવાએ રામનવમીએ પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું , લગ્ન બાદ હવે પૉલિટિક્સને ફૉલો કરી રહી છે પરિણીતિ
દીપિકા પાદુકોણની સિંઘમ અગેનના શૂટિંગ દરમ્યાન તસવીર
દીપિકા પાદુકોણના હાલમાં કેટલાક ફોટો વાઇરલ થયા છે. આ ફોટો તેની ‘સિંઘમ અગેઇન’ના શૂટિંગના છે જેમાં તે પોલીસ-ઇન્સ્પેક્ટર શક્તિ શેટ્ટીનું પાત્ર ભજવી રહી છે. દીપિકા પ્રેગ્નન્ટ હોવા છતાં તે શૂટિંગ કરી રહી છે. તે ચાર મહિનાની પ્રેગ્નન્ટ છે અને તેનું હલકું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. તે થોડા દિવસ પહેલાં બેબીમૂન પર ગઈ હતી અને ત્યાંથી આવીને તેણે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના ગીતનું પણ શૂટિંગ કરવામાં આવશે અને એમાં પણ તે જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અક્ષયકુમાર, રણવીર સિંહ અને અર્જુન કપૂર પણ જોવા મળશે.
ગરમીથી બચવા વાઇટનો સહારો લીધો આલિયાએ
આલિયા ભટ્ટે હાલમાં જ ગરમીથી બચવા માટે વાઇટનો સહારો લીધો છે. આલિયાનાં આ કપડાં શબાના આઝમીના નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન મિજવાન વેલ્ફેર સોસાયટી અને લેબલ સુનિરા દ્વારા બનાવવામાં આવ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ગરમી પડી રહી છે અને એને ધ્યાનમાં રાખીને જ આ સમર-કલેક્શન બનાવવામાં આવ્યું છે.
વિશાલ જેઠવાએ રામનવમીએ પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું
ADVERTISEMENT
વિશાલ જેઠવાએ ગઈ કાલે પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. ગઈ કાલે રામનવમી હોવાથી વિશાલે આ નિર્ણય લીધો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને વિશાલે કૅપ્શન આપી હતી કે ‘દરેકને રામનવમીની હાર્દિક શુભેચ્છા. જય શ્રીરામ. આજે રામનવમીનો પાવન દિવસ હોવાથી મેં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે. બ્લડ-ડોનર હોવાનો મને ગર્વ છે. હું દરેકને વિનંતી કરું છું કે તેઓ પણ જરૂરિયાતમંદોને મદદ માટે બ્લડ ડોનેટ કરે. થૅલેસેમિયાના પેશન્ટને દર પંદર દિવસે બ્લડ જોઈએ છે એથી હું દરેકને વિનંતી કરું છું કે બ્લડ ડોનેટ કરતાં રહેવું.’
સિદ્ધિવિનાયકના મંદિરની બહાર મીડિયાને મીઠાઈ આપતી પરિણીતિ
પરિણીતિ ચોપડા ગઈ કાલે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયકના મંદિરે ગઈ હતી. તેની દિલજિત દોસંજ સાથેની ‘અમર સિંહ ચમકીલા’ હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને અને તેના પાત્રને ખૂબ જ વખાણવામાં આવ્યાં છે. આથી પરિણીતિ ભગવાનનો આભાર માનવા માટે સિદ્ધિવિનાયકના મંદિરે ગઈ હતી. ત્યાં તેણે મીડિયાને મંદિરની બહાર મીઠાઈ પણ આપી હતી.
લગ્ન બાદ હવે પૉલિટિક્સને ફૉલો કરી રહી છે પરિણીતિ
પરિણીતિ ચોપડાનું કહેવું છે કે લગ્ન બાદ તે પૉલિટિક્સને ફૉલો કરી રહી છે. તેણે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. પરિણીતિએ પહેલાં કહ્યું હતું કે તેને પૉલિટિક્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જોકે લગ્ન બાદ તેના વિચારમાં પરિવર્તન આવ્યું કે નહીં એ વિશે પૂછતાં પરિણીતિ કહે છે, ‘હવે તો કરવું જ પડે છે. જોકે મારી ફરિયાદ એ છે કે તે એન્ટરટેઇનમેન્ટને ફૉલો નથી કરતો. તેણે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હશે એ તે જ જાણે છે અથવા તો ભગવાન જાણે છે.’

