support of The Archies: નેપોટિઝ્મ કૉન્ટ્રોવર્સીનો સામનો કરતી ઝોયા અખ્તરની ફિલ્મ `ધ આર્ચીઝ`ને સિંગર કાવ્યા જોન્સે સપૉર્ટ કર્યો છે. પોતાના આગામી પૉપ સૉન્ગ `ઉ ઉ મેરે દિલ મે તું` ને ફિલ્મ માટે કર્યો ડેડિકેટ.
સિંગર કાવ્યા આવી ઝોયા અખ્તરની `ધ આર્ચીઝ`ના સપૉર્ટમાં
નેપોટિઝ્મ કૉન્ટ્રોવર્સીનો સામનો કરતી ઝોયા અખ્તરની ફિલ્મ `ધ આર્ચીઝ`ને સિંગર કાવ્યા જોન્સે સપૉર્ટ કર્યો છે. પોતાના આગામી પૉપ સૉન્ગ `ઉ ઉ મેરે દિલ મે તું` ને ફિલ્મ માટે કર્યો ડેડિકેટ.
support of The Archies: એવૉર્ડ વિનર અને સુપર ટેલેન્ટેડ સિંગર કાવ્યા જોન્સ હાલ પોતાના આગામી ગીત `ઉ ઉ મેરે દિલ મેં તું`ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. કાવ્યા જેટલી સુંદર છે તેટલો જ ગ્રેસ તેના ગીતોમાં પણ હોય છે. દરેક ગીતને પોતાનો એક સ્પેશિયલ ટચ આપવું, એ કાવ્યાની ખાસિયત છે અને અહીં એ થયું છે કે તેનું આગામી ગીત `ઉ ઉ મેરે દિલ મેં તું`માં. ગીતનો ઑડિયો દરેક મ્યૂઝિક સ્ટેશન પર રિલીઝ થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં જ તેનો વીડિયો પણ સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
પણ તેમના પહેલા ગીતને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે કાવ્યાએ પોતાનું આ નવું ગીત ફિલ્મ `ધ આર્ચીઝ`ને ડેડિકેટ કર્યું છે. હા, જ્યારથી આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે ત્યારથી ઈન્ટરનેટ પર નેપોટિઝ્મનું ગીત ફરી શરૂ થઈ ગયું છે એવામાં કાવ્યાએ ફિલ્મ માટે પોતાનું ગીત ડેડિકેટ કરીને, એક સપૉર્ટ દર્શાવ્યો છે.
support of The Archies: કાવ્યા કહે છે કે, ફિલ્મે તેનું ગીત બનાવવા માટે પ્રેરિત કર્યું અને હવે લાગે છે કે મિલેનિયલ્સે તેને કેચ કરી લીધું છે. કાવ્યા, ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરનું સમર્થન કરતી જોવા મળે છે અને કહ્યું છે કે, ફિલ્મને હંમેશાં એક સમાન અવસરવાળી ફિલ્મ માનવામાં આવતી હતી, પણ આ નેટિઝન્સ છે જેમણે સેલિબ્રિટી બાળકોની પસંદગી કરી, કાવ્યા જણાવે છે કે તેમનો વીડિયો કઈ રીતે મેચ થાય છે જ્યાં તેમના દ્વારા ભજવવામાં આવેલા સોબો ચરિત્ર સાથે નાના શહેરની યુવતીઓ અને છ છોકરીઓના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
support of The Archies: કાવ્યાએ જણાવ્યું કે તેને આ વીડિયો બનાવવાની પ્રેરણા, ધ આર્ચીઝના ટ્રેલર, ડૉટ (અદિતિ), અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, મિહિર આહૂજા, સુહાના ખાન, વેદાંગ રૈના અને યુવરાજ મેંદા પાસેથી મળી, જે એક અદ્ભૂત કલાકાર છે જે આજના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે.
support of The Archies: તે કહે છે કે, "મારા ગીતમાં 7 છોકરીઓ છે, જેમાંથી છ અંદરના વિસ્તારોમાંથી છે, જ્યારે હું શહેરના ઠાઠ-માઠવાળી ગાયિકાનું પ્રતિનિધિત્વ કરું છું. હું ખરેખર અખ્તરના સંગીતથી પ્રેરિત થઈ છું, તો એવામાં આ બકવાસ છોડીને સંગીતનો આનંદ માણવો જોઈએ. સંગીત હ્રદયને સ્વસ્થ બનાવે છે. અહીં ઈર્ષ્યા માટે કોઈ સ્થાન નથી."
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફિલ્મમેકર ઝોયા અખ્તરે મીડિયાની જ ઝાટકણી કાઢી છે. એનું કારણ છે તેની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’. વાત એમ છે કે તેણે મીડિયાની એમ કહીને નિંદા કરી છે કે આ ફિલ્મના પોસ્ટરમાં સાત યંગસ્ટર્સ છે; પરંતુ મીડિયા માત્ર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય નંદાની જ ચર્ચા કરે છે. આ ફિલ્મ સાત ડિસેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઝોયાનું કહેવું છે કે માત્ર સ્ટાર કિડ્સની જ ચર્ચા કેમ કરવામાં આવે છે. એ વિશે ઝોયાએ કહ્યું કે ‘જે એક બાબત તરફ મારું ધ્યાન ગયું એ એ છે કે ‘ધ આર્ચીઝ’ના પોસ્ટર પર સાત કિડ્સ છે. નેટફ્લિક્સ અને અમારા પ્રોડક્શન ટાઇગર બેબી પ્રોડક્શન્સે પોસ્ટર પર એ સાતેય બાળકોને દેખાડ્યાં છે, પરંતુ મીડિયા માત્ર ત્રણ યુવાઓની જ ચર્ચા કરે છે. બાદમાં અમારા તરફ નેપોટિઝમને લઈને આંગળી ચીંધશે. ખરેખર તો તમે લોકો જ છો જે અન્ય ચાર લોકોની તરફ ધ્યાન નથી આપતા. એ ખરેખર દુ:ખદ બાબત છે. અમે સાતેય બાળકોને પોસ્ટર પર દેખાડ્યાં છે, પરંતુ તમે એ ચાર તરફ ધ્યાન નથી આપતા. ઘણા લોકો મારી પાસે આવીને કહે છે કે તમે ત્રણ સ્ટાર કિડ્સને કાસ્ટ કર્યાં છે. તો તેમને હું જવાબ આપું છું કે ટ્રેલરમાં સાત બાળકો છે. તમને જાણ છે એ ચાર બાળકોનાં નામ શું છે? તેમના તરફ જોવાની તમે તસ્દી લીધી? એ ચાર બાળકોની તરફ ધ્યાન નથી અપાયું એથી અમને પણ દુ:ખ થાય છે.’