અને સાવકા પિતા અનુપમ ખેર સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. ઍક્ટર અનુપમ ખેરના સાવકા દીકરા સિકંદર ખેરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના સગા પિતા ગૌતમ બેરી અને સાવકા પિતા અનુપમ ખેર સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી.
અનુપમ ખેરના સાવકા દીકરા સિકંદર ખેર
ઍક્ટર અનુપમ ખેરના સાવકા દીકરા સિકંદર ખેરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના સગા પિતા ગૌતમ બેરી અને સાવકા પિતા અનુપમ ખેર સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. ઍક્ટ્રેસ અને સંસદસભ્ય કિરણ ખેરનાં પહેલાં લગ્ન બિઝનેસમૅન ગૌતમ બેરી સાથે થયાં હતાં અને આ લગ્નને કારણે દીકરા સિકંદરનો જન્મ થયો હતો. આ પછી બીજાં લગ્ન અનુપમ ખેર સાથે થયાં હતાં જેને કારણે સિકંદરનો ઉછેર અનુપમ ખેરે કર્યો હતો.
પોતાના ઇન્ટરવ્યુમાં સિકંદરે તેના શરૂઆતના જીવનમાં બન્ને પિતાની ગેરહાજરી વિશે ઉલ્લેખ કર્યો છે. સિકંદરે કહ્યું છે કે ‘મારા શરૂઆતના દિવસોમાં બન્નેમાંથી કોઈ પણ પિતાનો ઍક્ટિવ રોલ નહોતો. ગૌતમ મારા બાયોલૉજિકલ ફાધર છે જેમનું ૧૧ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે. અનુપમ પાપા હંમેશાં મારા પિતા રહ્યા છે. હું બહુ નાનો હતો ત્યારે મારાં બાયોલૉજિકલ માતા-પિતાના ડિવૉર્સ થઈ ગયા હતા. જ્યારે હું અનુપમ પાપા સાથે હતો ત્યારે તેમની કરીઅર ધીમે-ધીમે વેગ પકડી રહી હતી એટલે તેઓ બહુ વ્યસ્ત રહેતા હતા. મને મારા અનુપમ પાપાએ ઘણી સારી સલાહ આપી છે. તેમણે મને શીખવ્યું છે કે નિષ્ફળતાથી ક્યારેય ડરવું ન જોઈએ. મેં તેમની પાસેથી આ ખાસ વાત શીખી છે.’

