આ ફિલ્મનું એક ગીત ‘ડેન્જર’ રિલીઝ કરવામાં આવ્યું છે જે ફૅન્સ પસંદ કરી રહ્યા છે. જોકે હવે સોશ્યલ મીડિયા પર આ ગીતને લઈને નકલ કરવાના આરોપો લાગી રહ્યા છે
ગીત ‘ડેન્જર’
સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી જાહનવી કપૂરની ૨૯ ઑગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ ‘પરમ સુંદરી’ વિવાદમાં સપડાઈ છે. હાલમાં આ ફિલ્મનું એક ગીત ‘ડેન્જર’ રિલીઝ કરવામાં આવ્યું છે જે ફૅન્સ પસંદ કરી રહ્યા છે. જોકે હવે સોશ્યલ મીડિયા પર આ ગીતને લઈને નકલ કરવાના આરોપો લાગી રહ્યા છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર એક ક્લિપ ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ‘પરમ સુંદરી’નું નવું ગીત ‘ડેન્જર’ ૨૦૨૩માં આવેલી પાકિસ્તાની સિરિયલ ‘મન્નત મુરાદ’ના ગીત ‘લાલ સૂટ’ની નકલ છે. લોકો બન્ને ગીતોનાં ક્લિપિંગ શૅર કરી રહ્યા છે અને આ બન્ને ગીતોની ધૂનમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. આવી સ્થિતિમાં ચાહકો કહે છે કે ‘પરમ સુંદરી’નું ગીત આ પાકિસ્તાની સૉન્ગની નકલ છે. આ કારણે ‘પરમ સુંદરી’ની ટીમને ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે નિર્માતાઓએ હજી સુધી આ દાવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.


