કિયારા અડવાણી (Kiara Advani)અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના લગ્નની રિસેપ્શન (Kiara Sidharth Reception)પાર્ટીમાં ઈશા અંબાણી જોવા મળી નહોતી, પરંતુ ભાઈ આકાશ અંબાણી અને ભાભી શ્લોકા મહેતાની એન્ટ્રી થતાં જ તેઓ આકર્ષનું કેન્દ્ર બન્યા હતાં.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા તથા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણી (Kiara Advani)અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના લગ્નની રિસેપ્શન (Kiara Sidharth Reception)પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સની એન્ટ્રીથી રોનક હતી જ પરંતુ અંબાણી પરિવારની રિસેપ્શનમાં એન્ટ્રી થતાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોની નજર તેમના પર જ મંડરાયેલી હતી. ખરેખર, કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી (Isha Ambani) ભલે રિસેપ્શન પાર્ટીમાં જોવા ન મળી હોય, પરંતુ તેના ભાઈ આકાશ અંબાણી અને ભાભી શ્લોકા મહેતા (Akash Ambani and Shloka Maheta Sid-Kiara Reception)આ ખાસ ફંક્શનનો ભાગ ચોક્કસ બન્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના ફોટા શેર કરી રહ્યા છે. તેમજ તેના પર યુર્ઝસ પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યાં છે.
કિયારા અડવાણી (Kiara Advani)અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના વેડિંગ રિસેપ્શનમાં આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે પહોંચ્યા હતા. જ્યારે આકાશ અંબાણી(Akash Ambani) સૂટમાં ડેશિંગ દેખાઈ રહ્યા હતા તો શ્લોકા મહેતા સાદી બ્લેક સાડી અને જ્વેલરીમાં ખૂબ જ સરળ અને સુંદર લાગી રહી હતી. જો કે કપલની સિમ્પલ એન્ટ્રી પહેલા કડક ચેકિંગ અને ઉચ્ચ સુરક્ષા જોવા મળી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. અંબાણી પરિવારના દિકરા અને વહુની સિમ્પલિસિટી પર યુર્ઝસ પ્રેમ વરસાવી રહ્યાં છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ પણ વાંચો:Sid-kiara Reception: એક્સ બૉયફ્રેન્ડના રિસેપ્શનમાં કોની સાથે પહોંચી આલિયા? જુઓ
પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતાનો હાથ પકડીને રિસેપ્શનમાં પ્રવેશતા જોવા મળે છે. આ એન્ટ્રી જોયા બાદ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, `અંબાણી પરિવાર પાસે ભલે અઢળક પૈસા હોય પરંતુ તેમની ફેશન ખૂબ જ ખરાબ છે.` બીજી તરફ અન્ય યુઝરે કપલની સાદગીના વખાણ કર્યા છે. ત્રીજા યૂઝરે લખ્યું, `તમે એક વાત નોટિસ કરી છે, તેમની સાદગી ખૂબ સારી છે.` ચોથા યુઝરે લખ્યું, `એવું લાગે છે કે શ્લોકા ફરી મા બનવા જઈ રહી છે. પરંતુ તેમની જોડી પરફેક્ટ છે. આ સાથે લોકોએ હાર્ટ ઈમોજી પણ શેર કર્યા છે.


