સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ `શેરશાહ` હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
શેરશાહ ફિલ્મ ડિઝિટલ પર થશે રિલીઝ
સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ `શેરશાહ` હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેમણે આ ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મ અગાઉ 2 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મોના રિલીઝમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કરણ જોહરે લખ્યું કે, `શેરશાહ !!! એક સામાન્ય માણસની હિંમત અને બહાદુરીની અસાધારણ યાત્રા. #ShershaahOnPrime રજૂ કરવા માટે ખૂબ રોમાંચિત અને ઉત્સાહિત છીએ. એમેઝોન પ્રાઇમ વિડિઓ પર 12 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ મૂવીમાં સિદ્ધાર્થ સાથે કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
View this post on Instagram
હવે કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ની અનટોલ્ડ સાચી કહાની 12 ઓગસ્ટના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા પડદે રજૂ કરવાની તૈયારીમાં છે. સિદ્ધાર્થે પરમ વીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું છે. કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન બત્રાએ મહત્વના શિખર પોઇન્ટ 4875 ને કબજે કરવામાં પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. તેમની બહાદુરી માટે તેમને યુનિટના સભ્યોમાં શેરશાહ કહેવામાં આવે છે.
આ ફિલ્મ સિવાય સિદ્ધાર્થ `મિશન મજનુ`માં પણ જોવા મળશે. આ ફિલ્મ પાકિસ્તાનની અંદર ભારતના સૌથી હિંમતવાન મિશન પર આધારિત છે. આ વાસ્તવિક ઘટનાઓની વાર્તા છે જે વર્ષ 1970 માં બની હતી. તેમાં સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના પણ છે.


