સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ની ટક્કર હવે કૅટરિના કૈફની ‘મેરી ક્રિસમસ’ સાથે આઠમી ડિસેમ્બરે થઈ રહી છે
‘કાલા ચશ્મા’
‘કાલા ચશ્મા’ની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કૅટરિના કૈફની ટક્કર હવે જોવા મળશે. તેમણે ‘બાર બાર દેખો’માં સાથે કામ કર્યું હતું અને હવે તેમની બન્નેની ફિલ્મ આઠમી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ હવે ૮ ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ પહેલાં ૧૫ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ એ જ દિવસે કૅટરિના અને વિજય સેતુપતિની ‘મેરી ક્રિસમસ’ પણ રિલીઝ થવાની છે એથી આ બન્ને ફિલ્મ વચ્ચે હવે ટક્કર જોવા મળશે. કરણ જોહર દ્વારા ‘યોદ્ધા’ને પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેને ડેબ્યુટન્ટ ડિરેક્ટર્સ સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે દિશા પાટણી અને રાશિ ખન્ના પણ છે. આ ફિલ્મને એક અઠવાડિયું જલદી રિલીઝ કરવાનું કારણ શાહરુખ ખાન છે. શાહરુખની ‘ડંકી’ ક્રિસમસમાં રિલીઝ થઈ રહી છે એટલે કે એને બાવીસમી ડિસેમ્બરે રિલીઝ કરવાના ચાન્સ વધુ છે. જો એને ૧૫ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવે તો આ ફિલ્મને ફક્ત એક અઠવાડિયું મળશે. આથી આ ફિલ્મને બે અઠવાડિયાંનો સમય મળે એથી એને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવામાં આવશે. આ વિશે સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું હતું કે ‘અમે હવે લૅન્ડ થવા માટે તૈયાર છીએ. ૨૦૨૩ની ૮ ડિસેમ્બરે ‘યોદ્ધા’ સિનેમામાં આવશે.’

