પતિ રાજ કુન્દ્રાના સ્કૅન્ડલને લઈને શિલ્પાની ‘નિકમ્મા’ને પોસ્ટપોન્ડ કરી નાખી
શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ‘નિકમ્મા’ની રિલીઝ પોસ્ટપોન્ડ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજ કુન્દ્રાને પૉર્ન કેસમાં પકડવામાં આવ્યો છે એને કારણે શિલ્પા શેટ્ટીના કમિટમેન્ટ પર પણ અસર પડી છે. શિલ્પાએ ‘સુપર ડાન્સર ચૅપ્ટર 4’ને પણ થોડા સમય માટે જજ ન કરવાનું નક્કી કર્યું છે. રાજ કુન્દ્રાના સ્કૅન્ડલ દરમ્યાન જ શિલ્પાની ‘હંગામા 2’ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી.
આ ફિલ્મને જોઈએ એટલી વ્યુઅરશિપ નહોતી મળી. આ ફિલ્મ દ્વારા શિલ્પા ૧૪ વર્ષ બાદ ફરી ફિલ્મમાં કમબૅક કરી રહી હતી. આ ફિલ્મની યુએસપી હતી. જોકે રાજ કુન્દ્રાના પૉર્ન કેસને કારણે લગભગ ૧૫ ટકા વ્યુઅરશિપ ઓછી મળી હોવાની ચર્ચા છે. આથી સોની પિક્ચર્સ દ્વારા ‘નિકમ્મા’ને પણ પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.