Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅશન-જલસામાં રૅમ્પ પર સાડીમાં જમાવટ કરી શિલ્પા શિરોડકરે

ફૅશન-જલસામાં રૅમ્પ પર સાડીમાં જમાવટ કરી શિલ્પા શિરોડકરે

Published : 17 October, 2026 10:37 AM | Modified : 17 October, 2026 02:52 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની પ્રતિષ્ઠિત તાજ પૅલેસ ખાતે યોજાઈ રહેલા લૅક્મે ફૅશન વીકમાં ગઈ કાલે શિલ્પા શિરોડકર આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે જાણીતી ફૅશન-ડિઝાઇનર સંજુક્તા દત્તાના નવા કલેક્શન માટે શાનદાર રૅમ્પ-વૉક કર્યું હતું.

શિલ્પા શિરોડકરે નવી દિલ્હીમાં કરી રૅમ્પ વૉક

શિલ્પા શિરોડકરે નવી દિલ્હીમાં કરી રૅમ્પ વૉક


નવી દિલ્હીની પ્રતિષ્ઠિત તાજ પૅલેસ ખાતે યોજાઈ રહેલા લૅક્મે ફૅશન વીકમાં ગઈ કાલે શિલ્પા શિરોડકર આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે જાણીતી ફૅશન-ડિઝાઇનર સંજુક્તા દત્તાના નવા કલેક્શન માટે શાનદાર રૅમ્પ-વૉક કર્યું હતું અને શો-સ્ટૉપર તરીકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

 દત્તાએ આ સીઝનમાં પોતાનું નવું કલેક્શન ‘ગૌધૂલી’ રજૂ કર્યું છે. આ કલેક્શન સાંજ અને રાતના મિલન સમાન સંધ્યાકાળની સુંદરતાથી પ્રેરિત છે. સંજુક્તાએમાં કાળા અને મરૂન રંગોના સંયોજન સાથે આસામની પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આ કલેક્શનનાં તમામ વસ્ત્રો હાથેથી તૈયાર કરવામાં આવ્યાં છે અને પરંપરાગત રીતે હાથવણાટથી બનાવવામાં આવ્યાં છે. આ રીતે કલેક્શનમાં આસામના કારીગરોની કુશળતા અને પરંપરાગત વણાટકામને મહત્ત્વ આપવામાં આવ્યું છે.



લાંબા સમય બાદ રૅમ્પ પર પરત ફરેલી અભિનેત્રી શિલ્પા શિરોડકરે પરંપરાગત ભારતીય પોશાકમાં શાલીન અંદાજમાં વૉક કર્યું હતું. સુંદર હૅન્ડલૂમ સાડીમાં સજ્જ શિલ્પાએ આત્મવિશ્વાસ સાથે ભારતીય સંસ્કૃતિ અને ફૅશનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK