તેની દિનચર્યામાં તે યોગને અગત્યનું સ્થાન આપે છે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા રૅમ્પ-વૉક કરે એની એક મિનિટ પહેલાં તે પ્રાણાયામ કરે છે. તેની દિનચર્યામાં તે યોગને અગત્યનું સ્થાન આપે છે. યોગનાં વિવિધ આસનો અને એનાથી થનાર લાભ વિશે પણ તે સોશ્યલ મીડિયામાં માહિતી આપે છે. હાલમાં મુંબઈમાં ચાલી રહેલા ફૅશન- શોમાં તેણે ભાગ લીધો હતો. પોતાને શું પસંદ છે એ વિશે શિલ્પા કહે છે, ‘મને જે પસંદ હોય એ પહેરવું ગમે છે. મને સાડી ખૂબ ગમે છે.’ તેને પૂછવામાં આવ્યું હતું કે રૅમ્પ પર જતાં પહેલાં તેના મનમાં શું વિચાર ચાલતા હોય છે? તો એનો જવાબ આપતાં શિલ્પા શિલ્પા કહે છે, ‘રૅમ્પ પર જાને સે એક મિનિટ પહલે મૈં પ્રાણાયામ કરતી હૂં. યોગ સે સબ હોગા.’