આ પૂછપરછમાં રાજે જણાવ્યું છે કે ૬૦ કરોડ રૂપિયાની વિવાદી લોન ફરિયાદી દીપક કોઠારીની કંપનીમાં ઇક્વિટી તરીકે ઍડ્જસ્ટ કરવામાં આવી હતી
શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)એ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. હાલમાં EOWએ શિલ્પા શેટ્ટીની સાડાચાર કલાક કરતાં વધુ સમય સુધી આકરી પૂછપરછ કરી હતી જેના પગલે તેમણે અનેક દસ્તાવેજો પોલીસને સોંપ્યા છે. આ પૂછપરછમાં રાજે જણાવ્યું છે કે ૬૦ કરોડ રૂપિયાની વિવાદી લોન ફરિયાદી દીપક કોઠારીની કંપનીમાં ઇક્વિટી તરીકે ઍડ્જસ્ટ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમ્યાન શિલ્પા શેટ્ટીએ તેમની ઍડ્વર્ટાઇઝિંગ કંપનીના બૅન્ક-ખાતામાં થયેલાં કથિત ટ્રાન્ઝૅક્શન્સની માહિતી પોલીસને આપીને અનેક દસ્તાવેજો આપ્યા છે જેને વેરિફાય કરવામાં આવી રહ્યા છે.


