Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે બનશે `માસૂમ`ની સીક્વલ `માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન`

હવે બનશે `માસૂમ`ની સીક્વલ `માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન`

Published : 31 March, 2026 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

`માસૂમ` ફિલ્મ પોતાના સમયમાં ખૂબ લોકપ્રિય રહી હતી અને એ ૪ ફિલ્મફેર અવૉર્ડ્સ જીતી હતી

`માસૂમ`નું પોસ્ટર

`માસૂમ`નું પોસ્ટર


શેખર કપૂરે પોતાની ૧૯૮૩ની પ્રસિદ્ધ ક્લાસિક ફિલ્મ ‘માસૂમ’ની સીક્વલની સત્તાવાર જાહેરાત કરી છે. શેખર કપૂરે આ જાહેરાત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હી 2026 દરમ્યાન એક ઇન્ટરૅક્ટિવ મીડિયા સેશનમાં કરી હતી. આ ફિલ્મ પોતાના સમયમાં ખૂબ લોકપ્રિય રહી હતી અને એ ૪ ફિલ્મફેર અવૉર્ડ્સ જીતી હતી. હવે આ ફિલ્મની સીક્વલને હાલમાં ‘માસૂમ : ધ નેક્સ્ટ જનરેશન’ નામ આપવામાં આવ્યું છે. આ સીક્વલમાં મૂળ કલાકારો નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ફરી જોવા મળશે. તેમની સાથે મનોજ બાજપેયી અને કેટલાક નવા કલાકારો પણ જોડાશે.

શેખર કપૂરે અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પરંપરાગત બજેટ અને સ્કેલની મર્યાદાને તોડી રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે સેલ્યુલૉઇડ શૉટને લાઇટ કરવા માટે ૩ કલાક લાગી જતા હતા અને કલાકારો ખાસ કૅમેરા પસંદ કરતા હતા. સિનેમાએ હંમેશાં પોતાની અલગ દુનિયા બનાવી છે, પરંતુ હવે AI માત્ર એક લખેલા પૅરાગ્રાફ પરથી તરત જ એવી દુનિયા સર્જી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK