રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધી શરૂ થશે. ફિલ્મમેકર ફરહાન અખ્તર ‘ડૉન 3’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણવીર સિંહ અને કિઆરા અડવાણીને સાઇન કરવામાં આવ્યાં હતાં.
શર્વરી વાઘ
ફિલ્મમેકર ફરહાન અખ્તર ‘ડૉન 3’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ કરવા માટે રણવીર સિંહ અને કિઆરા અડવાણીને સાઇન કરવામાં આવ્યાં હતાં. જોકે કિઆરાએ પ્રેગ્નન્સીને કારણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દેતાં તેને બદલે બીજી ઍક્ટ્રેસની શોધખોળ ચાલી રહી હતી. આ રોલ માટે અનેક હિરોઇનોનાં નામની ચર્ચા કરવામાં આવી હતી. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘ડૉન 3’ની લીડ ઍક્ટ્રેસ તરીકે શર્વરી વાઘને સાઇન કરવામાં આવી છે.
આ કાસ્ટિંગ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘લીડ ઍક્ટ્રેસ તરીકે ‘ડૉન 3’માં ઘણી બધી હિરોઇનોનાં નામની ચર્ચા થઈ હતી, પણ આખરે શર્વરી વાઘને આ રોલ મળ્યો છે. શર્વરી અત્યારે ‘આલ્ફા’ નામની ઍક્શન ફિલ્મમાં કામ કરી રહી છે અને ‘ડૉન 3’ પણ ઍક્શન ફિલ્મ છે, પણ બન્નેની સ્ટાઇલ એકબીજાથી સાવ અલગ છે. શર્વરી પણ આ ફિલ્મનો હિસ્સો બનીને બહુ ખુશ છે.’
રિપોર્ટ પ્રમાણે ‘ડૉન 3’નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.

