બૉલીવુડમાં તેની એન્ટ્રીને લઈને લોકો ખૂબ આતુરતાથી રાહ જુએ છે
શનાયા કપૂર
સંજય કપૂરની દીકરી શનાયા કપૂરનો હૉટ અંદાજ જોવા મળ્યો છે. શનાયાનું સોશ્યલ મીડિયામાં ફૅન ફૉલોઇંગ ખૂબ છે. બૉલીવુડમાં તેની એન્ટ્રીને લઈને લોકો ખૂબ આતુરતાથી રાહ જુએ છે. તેનો આ બૉલ્ડ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શનાયાએ કૅપ્શન આપી હતી કે ‘મેન્ટલી હું મેક્સિકોમાં છું અને ટાકોઝ ઑર્ડર કરું છું.’


