એક સર્જરી મુંબઈમાં અને બીજી અમેરિકામાં કરાવી
શાહરુખ ખાન
બૉલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનના ફૅન્સની સંખ્યા ઘણી છે. શાહરુખની બીજી નવેમ્બરે ૬૦મી વર્ષગાંઠ છે પણ તેની ફિટનેસ જોઈને કોઈ પણ વ્યક્તિને તેની ઉંમરનો અંદાજ નથી આવતો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે શાહરુખ બન્ને આંખોમાં મોતિયો ઉતરાવી ચૂક્યો છે. જોકે શાહરુખને પોતાની ફિટનેસ પ્રત્યે એટલો લગાવ છે કે તે તેની સમસ્યા ભાગ્યે જ કોઈને જણાવે છે.
થોડા સમય પહેલાં શાહરુખને સ્પષ્ટ દેખાવાનું બંધ થઈ ગયું હતું. તપાસ કરાવતાં ખબર પડી કે તેને મોતિયો છે અને એને કારણે જોવામાં તકલીફ થઈ રહી છે. એ સમયે શાહરુખે એક મોતિયો મુંબઈમાં ઉતરાવ્યો હતો પણ એનું પરિણામ સંતોષકારક ન મળ્યું એટલે તે બીજો મોતિયો ઉતરાવવા અમેરિકા ગયો હતો. એ સમયે શાહરુખની તબિયત વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નહોતી આવી, પણ હવે એનું કારણ જાણવા મળ્યું છે.


