Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શર્ટલેસ શાહિદ કપૂર અને BJP પગલુ મીરા કપૂર

શર્ટલેસ શાહિદ કપૂર અને BJP પગલુ મીરા કપૂર

Published : 19 August, 2026 02:11 PM | IST | Rome
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂર અને મીરા કપૂર ઇટલીના લેક કોમોમાં વેકેશન માણતા જોવા મળ્યા. મીરાએ બોટિંગ અને સુંદર નજારાઓની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં શાહિદ શર્ટલેસ લુકમાં જોવા મળ્યો, જ્યારે મીરાના કમળના ટૅટૂએ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું.

શાહિદ કપૂર અને મીરા કપૂર

શાહિદ કપૂર અને મીરા કપૂર


શાહિદ કપૂર હાલમાં પત્ની મીરા કપૂર સાથે ઇટલીમાં વેકેશન માણી રહ્યો હતો. બન્નેએ ઇટલીના લેક કોમોના સુંદર વાતાવરણમાં સમય પસાર કર્યો હતો. મીરાએ પોતાના સોશ્યલ મીડિયા પર તેમના આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં ઇટાલિયન લેકમાં બોટિંગથી લઈને સુંદર નજારાઓની ઝલક જોવા મળી રહી છે. મીરાએ શૅર કરેલી તસવીરોમાંથી એકમાં શર્ટલેસ શાહિદ પત્ની મીરા સાથે બોટ પર પોઝ આપતો જોવા મળી રહ્યો હતો અને તેમની પાછળ લેક કોમોનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું હતું. 
આ પોસ્ટમાં મીરાએ ઇટલીની કેટલીક સુંદર તસવીરો પણ શૅર કરી છે. આ જ તસવીરોમાંથી એકમાં મીરાની પીઠ પર કમળનું ટૅટૂ જોવા મળી રહ્યું છે. આ ટૅટૂ જોઈને  સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો તેને ‘BJP પગલુ’ કહી રહ્યા છે.
આ વેકેશન પહેલાં મીરાએ સોશ્યલ મીડિયા પર સતત રહેવાના દબાણ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તે દરેક સમયે ખુશ દેખાવાના દબાણથી થોડો વિરામ લેવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 02:11 PM IST | Rome | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK