આ પાર્ટનરશિપ બાદ મુસાફરો ઉબર ઍપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે અને PNR સ્ટેટસ ચેક કરી શકશે
પ્રતીકાત્મક તસવીર
ઉબરે એની ઍપ્લિકેશન પર ટ્રેન-ટિકિટનું બુકિંગ પણ શરૂ કર્યું છે. કંપનીએ આ માટે ઑનલાઇન ટ્રાવેલ પ્લૅટફૉર્મ ઇક્સિગો (ixigo) સાથે ભાગીદારી કરી છે. આ પાર્ટનરશિપ બાદ મુસાફરો ઉબર ઍપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે અને PNR સ્ટેટસ ચેક કરી શકશે. ભારતમાં ઇન્ટરસિટી મુસાફરીને સરળ બનાવવા માટે ઉબરે આ પગલું ભર્યું છે. ટ્રેન-ટિકિટ બુકિંગના ઉમેરા સાથે ઉબર ઍપ હવે મલ્ટિમૉડલ મોબિલિટી પ્લૅટફૉર્મ તરીકે કાર્ય કરશે. મુસાફરોને હવે મોટરબાઇક, ઑટો, કાર, મેટ્રો, ઇન્ટરસિટી કાર અને ઇન્ટરસિટી બસ સાથે ટ્રેનની ટિકિટનો પણ ઍક્સેસ હશે.
રેલવે-ટિકિટના બુકિંગ માટે ઍપમાં બસ અને ટ્રેન-વિકલ્પ પસંદ કર્યા બાદ ટ્રેન-ટિકિટ પર ક્લિક કરવાનું રહેશે. પ્રવાસ શરૂ કરવાના સ્ટેશન અને ડેસ્ટિનેશન ભરી તારીખ પસંદ કરવાની રહેશે. ટિકિટની જાણકારી મળ્યા બાદ પસંદગીની ટ્રેન પસંદ કરીને પેમેન્ટ બાદ બુકિંગ કરી શકાશે.
