શાહરુખ ખાને ૩૭ કરોડ રૂપિયા ખર્ચીને દિલ્હીના તેના જૂના ઘરનું આખું બિલ્ડિંગ ખરીદી લીધું છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાને ૩૭ કરોડ રૂપિયા ખર્ચીને દિલ્હીના તેના જૂના ઘરનું આખું બિલ્ડિંગ ખરીદી લીધું છે. સાઉથ દિલ્હીના પ્રીમિયમ વિસ્તાર પંચશીલ પાર્ક વિસ્તારમાં આવેલું આ ઘર વર્ષોથી શાહરુખના પરિવાર સાથે જોડાયેલું છે. શાહરુખ અગાઉ આ બિલ્ડિંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો માલિક હતો, જ્યારે હવે તેણે આ જ બિલ્ડિંગનો બીજો અને ત્રીજો માળ પણ ખરીદી લીધો છે. આ સોદા માટે શાહરુખે અંદાજે ૩૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ જતાં પહેલાં શાહરુખ આ જ ઘરમાં રહેતો હતો. રિપોર્ટ મુજબ આ પ્રોપર્ટીનો વિસ્તાર આશરે ૧૦,૮૦૦ સ્ક્વેર ફુટ છે. આ ડીલ બાદ શાહરુખ હવે પોતાના આ જૂના ઘરના આખા બિલ્ડિંગનો સંપૂર્ણ માલિક બની ગયો છે. પરિવાર સાથેની અનેક યાદો જોડાયેલી હોવાથી આ ઘર માટે શાહરુખ બહુ ઇમોશનલ છે.
