‘જવાન’ બાદ હવે સૌની નજર શાહરુખની ‘ડન્કી’ પર છે
શાહરુખ ખાન
શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડન્કી’નું ટીઝર સલમાન ખાનની ‘ટાઇગર 3’ સાથે લૉન્ચ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ‘જવાન’ બાદ હવે સૌની નજર શાહરુખની ‘ડન્કી’ પર છે. તેણે બૉલીવુડમાં ૫૦૦ કરોડની બે ફિલ્મો બૅક-ટુ-બૅક આપી છે. આથી તે ત્રીજી ફિલ્મ પણ આપી શકે એવી ચર્ચા છે. આ ફિલ્મ રાજકુમાર હીરાણીની હોવાથી તેની પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે. સલમાનની ‘ટાઇગર 3’ દિવાળીમાં રિલીઝ થઈ રહી છે અને એમાં શાહરુખ પઠાન તરીકે જોવા મળશે. આથી દિવાળી અને સલમાનની ફિલ્મ હોવાથી શાહરુખ માટે આ સારો સમય હોવાથી તે આ ફિલ્મનું ટીઝર ત્યારે લૉન્ચ કરવા માગે છે. દિવાળીથી પ્રમોશન શરૂ કરીને ફિલ્મને ક્રિસમસ પર રિલીઝ કરવાનું તેનું પ્લાનિંગ છે.


