બીજી નવેમ્બરે શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠ છે અને રિપોર્ટ્સ મુજબ આ વખતે તે પોતાનો જન્મદિવસ અલીબાગમાં સેલિબ્રેટ કરશે. શાહરુખના આ બર્થ-ડેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે.
શાહરુખ ખાન (ફાઈલ તસવીર)
બીજી નવેમ્બરે શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠ છે અને રિપોર્ટ્સ મુજબ આ વખતે તે પોતાનો જન્મદિવસ અલીબાગમાં સેલિબ્રેટ કરશે. શાહરુખના આ બર્થ-ડેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. મળતી માહિતી પ્રમાણે આ સેલિબ્રેશન માટે ઇન્વિટેશન કાર્ડ મોકલી દેવામાં આવ્યાં છે અને આ દિવસની ઉજવણી માટે અલીબાગમાં ભવ્ય પાર્ટી યોજાશે. શાહરુખની આ બર્થ-ડે પાર્ટીમાં ભાગ લેવા માટે તમામ મહેમાન પહેલી નવેમ્બરે અલીબાગ પહોંચશે. શાહરુખ સામાન્ય રીતે તેનો જન્મદિવસ મુંબઈમાં તેના બંગલો મન્નતમાં સેલિબ્રેટ કરે છે અને ફૅન્સને પણ મળે છે. જોકે હાલમાં મન્નતનું રિનોવેશનનું કામ ચાલુ છે જેના કારણે શાહરુખ અને તેનો પરિવાર ભાડાના અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે. આ સંજોગોને કારણે જ આ વર્ષે શાહરુખનો બર્થ-ડે તેની અલીબાગની પ્રૉપર્ટીમાં સેલિબ્રેટ કરવાનો નિર્ણય લેવાયો છે.


