આ પૈસામાંથી તે તાજમહલ જોવા ગયો હતો અને તેણે ત્યાં લસ્સી ખરીદીને પીધી પણ હતી
શાહરુખ ખાન
તાજેતરમાં જાહેર થયેલ હુરુન રિચ લિસ્ટ ૨૦૨૫ પ્રમાણે શાહરુખ ખાનની નેટવર્થ ૧૨,૪૯૦ કરોડ રૂપિયા જેટલી છે. શાહરુખ ૧૯૯૨થી બૉલીવુડમાં કામ કરી રહ્યો છે અને એ પહેલાં તેણે દૂરદર્શનની સિરિયલ્સ માટે પણ કામ કર્યું હતું. શાહરુખે એક ઇન્ટરવ્યુમાં પોતાની પહેલી કમાણીનો પણ ખુલાસો કર્યો હતો. વાતચીત દરમ્યાન શાહરુખે જણાવ્યું હતું કે શાહરુખની પહેલી સૅલેરી માત્ર પચાસ રૂપિયા હતી.
શાહરુખે આપેલી વિગત પ્રમાણે તેને આ પૈસા દિવંગત ગાયક પંકજ ઉધાસના એક કાર્યક્રમમાં કામ કરવા માટે મળ્યા હતા. પંકજના એક શોમાં તેણે ગેટકીપરની જવાબદારી નિભાવી હતી જ્યાં તેનું કામ લોકોની ટિકિટ તપાસીને તેમને તેમની સીટ પર બેસાડવાનું હતું. આ કામના જે પૈસા મળ્યા હતા એમાંથી શાહરુખ તાજમહલ જોવા માટે ગયો હતો અને તેણે ત્યાં બહારથી લસ્સી ખરીદીને પણ પીધી હતી.


