રાઘવ જુયાલે એક ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાનના ઘરની મુલાકાત લેવાનો પોતાનો અનુભવ જણાવ્યો
રાઘવ જુયાલે શાહરુખ ખાનના ઘરની મુલાકાત લેવાનો અનુભવ જણાવ્યો
આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં રાઘવ જુયાલે મહત્ત્વનો રોલ ભજવ્યો છે. હાલમાં રાઘવે એક ઇન્ટરવ્યુમાં આર્યનને મળવાનો તેમ જ શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની પહેલી વખત મુલાકાત લેવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો.
રાઘવે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘શાહરુખ ખાનના ‘મન્નત’ના દરવાજા પર ઍરપોર્ટ જેવાં સ્કૅનર છે. હું પહેલી વખત ત્યાં ગયો ત્યારે મારે એમાંથી પસાર થવું પડ્યું હતું, કારણ કે સિક્યૉરિટી માટે હું સાવ અજાણ્યો હતો. એ સમયે મેં તેમને ભૂલથી પૂછી લીધું કે આર્યનની રૂમ કઈ છે? પછી મને ખ્યાલ આવ્યો કે આ શાહરુખનું ઘર છે, અહીં આર્યનની રૂમ નહીં, આખો ફ્લોર છે. અમે આર્યનના ફ્લોર પર વાતો કરી અને પછી તેના મિત્રો સાથે ડિનર માટે ગયા હતા.’


