શાહરુખ ખાન જુલાઈ અથવા તો ઑગસ્ટમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરવાનો છે
શાહરુખ ખાન
શાહરુખ ખાન જુલાઈ અથવા તો ઑગસ્ટમાં આગામી ફિલ્મનું શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મ ઍક્શનથી ભરપૂર રહેશે. ગયા વર્ષે એનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા શાહરુખની દીકરી સુહાના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. એથી આ ફિલ્મને ભવ્ય બનાવવામાં પાપા શાહરુખ કોઈ કચાશ બાકી નહીં રાખે. ‘જવાન’, ‘પઠાન’ અને ‘ડંકી’ ગયા વર્ષે રિલીઝ થયા બાદ આગામી અનટાઇટલ્ડ ફિલ્મ વિશે શાહરુખ કહે છે, ‘મને એવું લાગે છે કે હું થોડો આરામ કરી શકું છું. તીન ફિલ્મેં કર ચુકા હૂં. એમાં ખૂબ શારીરિક શ્રમ કરવો પડ્યો હતો. એથી મેં થોડા સમય માટે બ્રેક લીધો છે. સદનસીબે મારું શૂટિંગ હવે જુલાઈ કાં તો ઑગસ્ટમાં છે. એ વિશે અમે જૂનમાં પ્લાન કરીશું. એથી હું હાલમાં તમામ મૅચિસ જોવા માટે ફ્રી છું. હું ખુશી-ખુશી મૅચ જોઈશ.’