‘હોમબાઉન્ડ’ને નીરજ ઘાયવાને ડિરેક્ટ કરી છે
`હોમબાઉન્ડ`નો સીન
ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવાની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ૨૬ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ખાસ સફળતા નથી મળી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એને શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ OTT પર સ્ટ્રીમ થઈ રહી છે ત્યારે શાહરુખે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મ વિશે પોતાનો રિવ્યુ શૅર કરીને ફિલ્મની દિલથી પ્રશંસા કરીને ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો અને ટીમને અભિનંદન પાઠવ્યાં છે.
શાહરુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું છે કે ‘‘હોમબાઉન્ડ’ એક નાજુક, ઈમાનદાર અને દિલને સ્પર્શી જાય એવી ફિલ્મ છે. આટલી રિયલ અને રસપ્રદ ફિલ્મ બનાવવા બદલ શાનદાર ટીમને અઢળક પ્રેમ અને હગ્સ. તમે સાચે જ કંઈક ખાસ બનાવીને દુનિયાભરનાં દિલ જીતી લીધાં છે.’
ADVERTISEMENT
‘હોમબાઉન્ડ’ને નીરજ ઘાયવાને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં મિત્રતા, મહત્ત્વાકાંક્ષા અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંઘર્ષ કરતા યુવાનોની વાર્તા કહેવામાં આવી છે.


