શાહરુખ અને દીપિકાની જોડી ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ઍક્શન ફિલ્મ કિંગમાં જોવા મળશે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે છે ત્યારે તેમની કેમિસ્ટ્રી હંમેશાં લોકોને ગમી છે. હવે આ જોડી ફરી એક વાર સાથે આવી રહી છે.
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે છે ત્યારે તેમની કેમિસ્ટ્રી હંમેશાં લોકોને ગમી છે. હવે આ જોડી ફરી એક વાર સાથે આવી રહી છે. ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘પઠાન’ અને ‘જવાન’ પછી ફરી આ જોડી સાથે આવી રહી છે. હવે આ જોડી ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ઍક્શન ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે દીપિકા પાદુકોણ ‘કિંગ’માં એક રસપ્રદ કૅમિયોમાં જોવા મળશે અને તે આ ફિલ્મમાં સુહાના ખાનની મમ્મીના રોલમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે દીપિકા રિયલ લાઇફમાં સુહાના ખાન કરતાં માત્ર ૧૪ વર્ષ મોટી છે છતાં તે સુહાનાની મમ્મીનો રોલ કરવા તૈયાર થઈ છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ફિલ્મમાં દીપિકાનો રોલ નાનો છે, પણ વાર્તામાં એ બહુ મહત્ત્વનો છે. એ વાર્તાને મજબૂત બૅકગ્રાઉન્ડ આપે છે. શાહરુખ અને સિદ્ધાર્થ બન્ને આ રોલમાં દીપિકાને સાઇન કરવા ઇચ્છતા હતા. આ રોલ બહુ મોટો ન હોવા છતાં દીપિકાએ આ રોલમાં કામ કરવાની હા પાડી છે, કારણ કે તે ફિલ્મને ઇમોશનનો સ્પર્શ આપે છે.
‘કિંગ’ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આ છઠ્ઠી ફિલ્મ છે. એ સિવાય ચર્ચા છે કે આ જોડી યશરાજ ફિલ્મ્સની ‘પઠાન 2’માં પણ જોવા મળશે.

