દુલકર સલમાનની આગામી ફિલ્મ ‘કિંગ ઑફ કોઠા’નું ટ્રેલર શાહરુખ ખાને રિલીઝ કરીને જણાવ્યું કે તે આ ફિલ્મ માટે એક્સાઇટેડ છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મને અભિલાષ જોશીએ ડિરેક્ટ કરી છે.
શાહરુખ ખાન
દુલકર સલમાનની આગામી ફિલ્મ ‘કિંગ ઑફ કોઠા’નું ટ્રેલર શાહરુખ ખાને રિલીઝ કરીને જણાવ્યું કે તે આ ફિલ્મ માટે એક્સાઇટેડ છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મને અભિલાષ જોશીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પ્રસન્ના, ગોકુલ સુરેશ, ઐશ્વર્યા લક્ષ્મી, સરન અને અનિખા સુરેન્દ્રન પણ જોવા મળશે. આ ફિલ્મ આ મહિનામાં રિલીઝ થવાની છે, પરંતુ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. ફિલ્મના ટ્રેલરને × પર શૅર કરતાં શાહરુખે પોસ્ટ કરી હતી, ‘આકર્ષક ‘કિંગ ઑફ કોઠા’ના ટ્રેલર માટે દુલકર સલમાનને કૉન્ગ્રેચ્યુલેશન્સ. આ ફિલ્મને લઈને આતુર છું. આખી ટીમને આ ફિલ્મની સફળતા માટે શુભેચ્છા આપું છું.’


