Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડંકી’નું બે દિવસનું શૂટિંગ બે કલાકમાં પૂરું કર્યું શાહરુખે : રાજકુમાર હીરાણી

‘ડંકી’નું બે દિવસનું શૂટિંગ બે કલાકમાં પૂરું કર્યું શાહરુખે : રાજકુમાર હીરાણી

27 February, 2023 11:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર હીરાણીએ જણાવ્યું છે કે તેમની ફિલ્મ ‘ડંકી’નું બે દિવસનું શૂટિંગ હતું, પરંતુ શાહરુખ ખાને બે કલાકમાં શેડ્યુલ પૂરું કરી લીધું હતું.

રાજકુમાર હિરાણી

રાજકુમાર હિરાણી


રાજકુમાર હીરાણીએ જણાવ્યું છે કે તેમની ફિલ્મ ‘ડંકી’નું બે દિવસનું શૂટિંગ હતું, પરંતુ શાહરુખ ખાને બે કલાકમાં શેડ્યુલ પૂરું કરી લીધું હતું. શાહરુખની ‘પઠાન’એ બૉક્સ-ઑફિસ પર તોફાન મચાવ્યું છે. એ ફિલ્મ હાલમાં કલેક્શનની દૃષ્ટિએ રેકૉર્ડ બ્રેક કરી રહી છે. હવે તેની નજર તેની આગામી ફિલ્મ ‘ડંકી’ અને ‘જવાન’ પર ઠરેલી છે. શાહરુખની કામ કરવાની રીત અને તેના સમર્પણનો રાજકુમાર કાયલ બની ગયો છે. શાહરુખની પ્રશંસા કરતાં રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘શાહરુખ પોતાના ઘરેથી સીન્સના વિડિયો શૂટ કરીને મને મોકલે છે. તે પંદર રીત દેખાડતો કે આ સીન્સ કેવી રીતે કરી શકાય છે. જોકે સેટ પર પહોંચતાં પહેલાં મને જાણ હતી કે તે કયો સીન કેવી રીતે શૂટ કરવાનો છે. ક્યારેક હું બે દિવસનું શૂટિંગ શેડ્યુલ રાખતો હતો અને તે બે કલાકમાં પૂરું કરી લેતો હતો.’
‘ડંકી’ આ વર્ષે બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. રાજકુમાર હીરાણીને રાતે વહેલા ઊંઘી જવાની ટેવ છે. શાહરુખ જ્યારે સવારે સાત વાગ્યે સેટ પર પહોંચી ગયો તો રાજકુમાર પણ ચોંકી ગયા હતા. સાથે જ શાહરુખ તેમને એક વાતને લઈને ચીડવતો હતો. એ વિશે રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘તે મને હંમેશાં સતત ચીડવતો હતો કે શૂટિંગ પૂરું થતાં સુધીમાં તે મને મોડે સુધી સૂઈ રહેવાની આદત પાડી દેશે. તે કહેતો હતો કે ‘આટલું જલદી કોણ ઊઠે છે?’ મારી ઇચ્છા છે કે ભવિષ્યમાં પણ હું તેની સાથે કામ કરું.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2023 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK