‘ધ ફૅમિલી મૅન’માં મનોજ બાજપાઈ અડધા સીન્સ સુધાર્યા હતા તો બીજી તરફ શાહરુખ સ્ક્રિપ્ટ જેવી હોય એ પ્રમાણે જ કામ કરે છે. બન્નેની સરખામણી કરો તો વધુ ફરક નહીં દેખાય, પરંતુ તેઓ અનોખા છે.’
શાહરુખ સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરે છે : પ્રિયામણિ
‘જવાન’માં જોવા મળતી સાઉથની પ્રિયામણિએ જણાવ્યું છે કે શાહરુખ ખાન સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરે છે. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ અગાઉ પ્રિયામણિએ વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં કામ કર્યું હતું. એમાં તેની સાથે મનોજ બાજપાઈ પણ જોવા મળ્યો હતો. શાહરુખ અને મનોજ બાજપાઈ બન્ને સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં પ્રિયામણિએ કહ્યું કે ‘ઍક્ટિંગની દૃષ્ટિએ બન્ને જુદા છે. ‘ધ ફૅમિલી મૅન’માં મનોજ બાજપાઈ અડધા સીન્સ સુધાર્યા હતા તો બીજી તરફ શાહરુખ સ્ક્રિપ્ટ જેવી હોય એ પ્રમાણે જ કામ કરે છે. બન્નેની સરખામણી કરો તો વધુ ફરક નહીં દેખાય, પરંતુ તેઓ અનોખા છે.’
શાહરુખની ‘ડંકી’ને ડિસ્ટ્રિબ્યુટ કરશે પેન મરુધર
શાહરુખ ખાનની ‘ડંકી’ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની છે. એવામાં ફિલ્મને ડિસ્ટ્રિબ્યુટ કરવાની જવાબદારી પેન મરુધરને સોંપવામાં આવી છે જે ભારતના મોટા ભાગમાં આ ફિલ્મને રિલીઝ કરશે. શાહરુખની ‘જવાન’ની ઐતિહાસિક સફળતા બાદ હવે રાજકુમાર હિરાણીની ‘ડંકી’ પર સૌની નજર મંડાયેલી છે. આ બન્ને પહેલી વખત એકસાથે ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ‘ડંકી’ સાથે જ પ્રભાસની ‘સાલાર’ પણ રિલીઝ થવાની છે. એથી બૉક્સ-ઑફિસ પર કાંટાની ટક્કર જોવા મળશે. શાહરુખ હાલમાં ટૉપ પર આવી ગયો છે. એવામાં કોઈ પણ તેની સાથે સ્પર્ધા નહીં કરી શકે. એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ તેની ફિલ્મને રિલીઝ કરવા માટે ઉત્સુક છે.

