શબાના આઝમી સાથે ૧૯૮૪માં લગ્ન થયાં એ અગાઉ જાવેદ અખ્તરે સ્ક્રીન રાઇટર હની ઈરાની સાથે લગ્ન કર્યાં હતા
શબાના આઝમી અને જાવેદ અખ્તર
શબાના આઝમીએ જણાવ્યું છે કે તેમના હસબન્ડ જાવેદ અખ્તર સાથે તેમનો ખૂબ ઝઘડો થતો હોય છે, પરંતુ બાદમાં સ્થિતિ સુધરી જાય છે અને તેમની વચ્ચે સમાધાન થઈ જાય છે. શબાના આઝમી સાથે ૧૯૮૪માં લગ્ન થયાં એ અગાઉ જાવેદ અખ્તરે સ્ક્રીન રાઇટર હની ઈરાની સાથે લગ્ન કર્યાં હતા. શબાના આઝમીને પ્રેમ વિશે અને જાવેદ અખ્તર સાથેના રિલેશનને લઈને પૂછવામાં આવ્યું હતું. તો એનો જવાબ આપતાં શબાના આઝમીએ કહ્યું કે ‘જાવેદ અને મારો ખૂબ ઝઘડો થાય છે અને ક્યારેક તો એકબીજાને મારી નાખવાની ઇચ્છા પણ થઈ આવે છે, પરંતુ થોડા સમય બાદ એકબીજા પ્રત્યે સન્માન થાય છે. અમારો દૃષ્ટિકોણ એકસમાન છે. અમારા બન્નેના પિતા કવિ હતા અને હિન્દી ફિલ્મના ગીતકાર હતા. જાવેદને એ કહેવું ખૂબ ગમે છે કે શબાના મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમારી ફ્રેન્ડશિપ એટલી તો સ્ટ્રૉન્ગ છે કે અમારાં લગ્ન બાદ પણ એમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.’

