Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શબાના આઝમીએ ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધની અપીલ કરનારાઓની આકાર શબ્દોમાં કરી ટીકા

શબાના આઝમીએ ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધની અપીલ કરનારાઓની આકાર શબ્દોમાં કરી ટીકા

08 May, 2023 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર ચર્ચામાં આવ્યું કારણ કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં પણ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi) તેના સમર્થનમાં આવી છે. સોમવારે ટ્વિટર પર શબાનાએ કહ્યું કે, જે લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માગે છે તે એટલા જ ખોટા છે, જેઓ ગયા વર્ષે લાલ સિંહ ચઢ્ઢા પર પ્રતિબંધ મૂકવા માગતા હતા.

શબાનાએ લખ્યું કે, “જે લોકો #The Kerala Story પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે તેઓ એટલા જ ખોટા છે, જેઓ આમિર ખાનની #Laal Singh Chaadha પર પ્રતિબંધ મૂકવા માગતા હતા. એકવાર ફિલ્મ સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પાસ થઈ જાય પછી કોઈને પણ વધારાની ઑથોરિટી બનવાનો અધિકાર નથી.”



ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર ચર્ચામાં આવ્યું કારણ કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. આ ફિલ્મ ચર્ચાનો વિષય બની હતી. સમાજના એક વર્ગે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં આંકડો અતિશયોક્તિભર્યો છે. ફિલ્મની ટીમે પ્રતિક્રિયાનો સામનો કર્યો, પછી આંકડો પાછો ખેંચી લીધો હતો. તેણે તેના ટ્રેલરના વર્ણનમાં ફિલ્મને કેરલની ત્રણ મહિલાઓની વાર્તા ગણાવી છે.


કેરલ હાઈકોર્ટે તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય માટે અપમાનજનક કંઈપણ નથી. કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે તે જાહેર પ્રદર્શન માટે યોગ્ય છે.

કેરલ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે ઑર્ડર આપવાનો ઈન્કાર કર્યા બાદ આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ હતી. કેરલ સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે અને વિપુલ અમૃતલાલ શાહ નિર્માતા છે.


આ પણ વાંચો: King charlesના રાજ્યાભિષેક કાર્યક્રમમાં એવું તો શું બોલી સોનમ કે થઈ ગઈ ટ્રોલ

ગયા વર્ષે 11 ઑગસ્ટના રોજ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોના એક વર્ગે ફિલ્મ માટે `બૉલીવૂડનો બહિષ્કાર` ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર નિરાશાજનક કમાણી કરી હતી. શરૂઆતના સપ્તાહના અંતે તે 50 કરોડ રૂપિયાને પાર કરી શકી નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK