પ્રતીક બબ્બરને જોઈને શબાના આઝમીને તેની મમ્મી સ્મિતા પાટીલની યાદ આવી ગઈ હતી.

પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બરનું કહેવું છે કે શબાના આઝમીએ તેને તેની કરીઅર દરમ્યાન હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. આ બન્ને ફિલ્મમેકર વિકાસ ખન્નાની ફિલ્મ ‘ઇમૅજિનરી રેઇન’માં દેખાવાનાં છે. પ્રતીક બબ્બરને જોઈને શબાના આઝમીને તેની મમ્મી સ્મિતા પાટીલની યાદ આવી ગઈ હતી. એ વિશે શબાના આઝમીએ કહ્યું કે ‘હાલમાં જ અમારુ રીડિંગ સેશન હતું. પ્રતીકની અંદર તેની મમ્મીની છબી દેખાઈ હતી. બન્નેમાં ખૂબ સમાનતા છે. હું ભૂતકાળમાં સરી ગઈ હતી. પ્રતીક સાથે શૂટિંગ શરૂ કરવા માટે હું આતુર છું.’ તો બીજી તરફ પોતાની લાગણી વ્યક્ત કરતાં પ્રતીક બબ્બરે કહ્યું કે ‘શબાના મૅમે મારી કરીઅર દરમ્યાન મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. હું જ્યારે પણ તેમને મળતો તો કહેતો કે મારે તેમની સાથે કામ કરવું છે. મને હંમેશાંથી આશા હતી અને એ ઇચ્છા પૂરી થઈ ગઈ છે. સિનેમાના લેજન્ડ સાથે કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત છે.’