Science proves Deepika Padukone as one of the most beautiful women: આ યાદીમાં "કિલિંગ ઈવ"ની અભિનેત્રી જોડી કમરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બૉલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મોમાં દીપિકાની અદા તો એકદમ જુદી જ હોય છે. દીપિકા તેની બ્યુટી માટે પણ ખૂબ પ્રખ્યાત છે. હાલમાં જ દીપિકા મમ્મી બની છે અને તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. જોકે હાલમાં એક એવી વૈજ્ઞાનિક રિસર્ચ સામે આવી છે જેમાં દીપિકા પાદુકોણ (Science proves Deepika Padukone as one of the most beautiful women) વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક છે એવું જાહેર કરવામાં આવ્યું છે. તેમ જ બૉલિવૂડના વધુ એક સ્ટારની નામ પણ આ યાદીમાં સામેલ છે. એક નવા સાયંટિફિક સ્ટડીમાં પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વાએ ગ્રીક ગોલ્ડન રેશિયોના આધારે વિવિધ અભિનેત્રીઓના ચહેરાના લક્ષણો માપ્યા હતા. આ ગુણોત્તર ચહેરાની સમપ્રમાણતા અને સુંદરતાને માપવા માટેનું એક પ્રાચીન ગાણિતિક સૂત્ર છે. આ યાદીમાં "કિલિંગ ઈવ"ની અભિનેત્રી જોડી કમરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે દીપિકા પાદુકોણ ટૉપ 10 માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે ભારતીય સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન વિશ્વની સૌથી સુંદર અને હેન્ડસમ સેલિબ્રિટીઓમાં સામેલ છે.
દીપિકાએ 91.22 ટકા સ્કોર સાથે નવમું સ્થાન મેળવ્યું છે. આ સ્કોર તેના ચહેરાનું સંતુલન અને સુંદરતા દર્શાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે ચહેરાઓનું માપ ગોલ્ડન રેશિયો મુજબ હોય તે ચહેરા વધુ આકર્ષક માનવામાં આવે છે. દીપિકાની સુંદરતા માત્ર તેની ફિલ્મી ભૂમિકામાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરે છે. દુનિયાના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં બૉલિવૂડનો કિંગખાન શાહરુખ ખાને (Science proves Deepika Padukone as one of the most beautiful women) 86.76 ટકાના સ્કોર સાથે 10 મું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તે એકમાત્ર સ્થાન મેળવનાર ભારતીય અભિનેતા છે. શાહરુખમે ઘણીવાર વિશ્વના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં ગણવામાં આવે છે, અને હવે આ અભ્યાસ તેના દેખાવને વૈજ્ઞાનિક માન્યતા પણ મળી ગઈ છે.
ADVERTISEMENT
સુવર્ણ ગુણોત્તરનો ઉપયોગ કલા, સ્થાપત્ય અને હવે વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોમાં થાય છે. આ બતાવે છે કે ચહેરાના લક્ષણો કેવી રીતે સંતુલિત અને સપ્રમાણ હોઈ શકે છે. જ્યારે આપણે આ ગુણોત્તરને અનુસરતો ચહેરો જોઈએ છીએ, ત્યારે આપણને તે વધુ આકર્ષક લાગે છે. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનનું આ સન્માન ભારતીય સિનેમા (Science proves Deepika Padukone as one of the most beautiful women) માટે ગર્વની વાત છે. આ બન્નેએ માત્ર પોતાની પ્રતિભાથી જ નહીં પરંતુ તેમની સુંદરતાથી પણ દુનિયાભરમાં ઓળખ અને પ્રસિદ્ધિ મેળવી છે. તેમના અનન્ય એટ્રેક્શન હવે વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે, જે ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી સિદ્ધિ છે. દીપિકા અને શાહરુખની સફળતા એ વાતનો પુરાવો છે કે ભારતીય કલાકારોની સુંદરતા અને પ્રતિભાની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. શાહરુખ અને દિપિકાની સિદ્ધિઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

