અમારી ફિલ્મને હવે પોસ્ટપોન કરવામાં આવી છે. ત્યાં સુધી આપણે માસ્ક પહેરી રાખીએ અને પોતાની જાતની સાથે આપણા પ્રિયજનોને પણ કોરોનાથી દુર રાખીએ. જય હિન્દ.’
સત્યમેવ જયતે 2
જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી છે. મિલાપ ઝવેરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ૧૩ મે એટલે કે ઇદ પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ અને દિવ્યા ખોસલા કુમાર પણ છે. ઇન્ડિયામાં વધી રહેલાં કોરોનાને કારણે આ ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે સ્ટેટમેન્ટમાં મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘આ મુશ્કેલીના સમયમાં આપણા દેશના લોકોની સેફ્ટી અને હેલ્ધથી વધુ મહત્ત્વનું કંઈ જ નથી. અમારી ફિલ્મને હવે પોસ્ટપોન કરવામાં આવી છે. ત્યાં સુધી આપણે માસ્ક પહેરી રાખીએ અને પોતાની જાતની સાથે આપણા પ્રિયજનોને પણ કોરોનાથી દુર રાખીએ. જય હિન્દ.’


