Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ શરૂ કરશે સારા

‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ શરૂ કરશે સારા

08 December, 2022 01:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરશે અને મ્યુઝીક પ્રીતમનું રહેશે

‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ શરૂ કરશે સારા

‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ શરૂ કરશે સારા


સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ શરૂ કરવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ​ત્રિપાઠી, અલી ફઝલ, ફાતિમા સના શેખ અને કોંકણા સેન શર્મા પણ જોવા મળશે. ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરશે અને મ્યુઝીક પ્રીતમનું રહેશે. ફિલ્મ વિશે ડિરેક્ટર અનુરાગ બાસુએ કહ્યું કે ‘ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ની સ્ટોરી લોકોની અને લોકો માટે છે.

ઘણા સમયથી હું એના પર કામ કરી રહ્યો છું અને પાવરહાઉસ એવા ભૂષણ કુમાર સાથે ફરીથી કામ કરવાની મને ખુશી છે, તે હંમેશાં મારા માટે એક પિલર સમાન છે. ફિલ્મની સ્ટોરી ફ્રેશ અને સુસંગત છે. આ અદ્ભુત કલાકારો સાથે મળીને આધુનિકતાને લઈને આવીશું. કોઈ પણ ફિલ્મમાં મ્યુઝિક અગત્યનો ભાગ ભજવે છે. મારા ​ફ્રેન્ડ પ્રીતમ સાથે કામ કરવાની મને ખુશી છે કેમ કે તે પોતાના કામ દ્વારા દરેક કૅરૅક્ટર અને સ્ટોરીમાં પ્રાણ પૂરી દેશે.’



ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘અતિશય એક્સાઇટેડ અને આભારી છું કે આ ‘મેટ્રો ઇન દિનોં’નો ભાગ બની છું. ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK