Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અલી ખાને જ્યારે ટેબલ પર દેખાયો આટલો મોટો ઢોસો.. માતાને પૂછ્યો સવાલ

સારા અલી ખાને જ્યારે ટેબલ પર દેખાયો આટલો મોટો ઢોસો.. માતાને પૂછ્યો સવાલ

07 October, 2019 03:40 PM IST | મુંબઈ ડેસ્ક

સારા અલી ખાને જ્યારે ટેબલ પર દેખાયો આટલો મોટો ઢોસો.. માતાને પૂછ્યો સવાલ

સારા અલી ખાને શૅર કર્યો માતા સાથે ભોજન દરમિયાનનો વીડિયો

સારા અલી ખાને શૅર કર્યો માતા સાથે ભોજન દરમિયાનનો વીડિયો


બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ફિટ રહેવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે અને પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ ફિટનેસ માટે તેને ડાએટનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે પણ સારા આ મામલે થોડી અલગ છે. જ્યારે તેને પોતાનું ભાવતું ખાવાનું મળી જાય છે અને તે ક્યાંક બહાર જમવા જાય છે ત્યારે બધું જ ભૂલી જાય છે અને સારી રીતે જમી લે છે.

તેણે પોતે જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરતાં જણાવ્યું કે તે જ્યારે બહાર જમવા જાય છે તો ડાએટની ચિંતા કરતી નથી. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની માતા અમૃતા સિંહ દેખાય છે અને તેણે હાથથી પોતાનું મોઢું છુપાવી દીધું છે. તો સારા તેનો વીડિયો લઈ લે છે. આ વીડિયોમાં જમવાના ટેબલ પર એક ખૂબ જ મોટો ઢોસો પણ દેખાય છે.




આ વીડિયોને શૂટ કરતી વખતે સારા પોતાની માતાને પૂછે છે, "આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ છીએ... આજે તમે આ કેવી રીતે ખાઓ છો.... શુ ખોટું થઈ ગયું છે." તેના પછી અમૃતા કોઈ રિપ્લાય નથી આપતી. આ વીડિયો પોસ્ટ કરતાં સારાએ એક કૅપ્શન લખ્યું છે, "જ્યારે હું અને મૉમ જમવા માટે બહાર જઈએ... તો અમે ડાએટની પણ ચિંતા કરતાં નથી... આ રીતે ખાવું સરળ કામ નથી. #KushtiKiTayari #bharisawari #merimapyaari #sarakishayari."


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં જ કાર્તિક આર્યન સાથે લવ આજકલ-2માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હશે. આ પહેલા સારા કેદારનાથ, સિંબામાં જોવા મળી હતી અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે મેગઝીનના કવર પેજ પર જોવા મળી હતી. તો સારા વરુણ ધવન સાથે કુલી નંબર 1ના રિમેકમાં પણ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 03:40 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK