સારા અલી ખાન ૪ જુલાઈએ રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનોં’ને કારણે ચર્ચામાં છે
`મેટ્રો...ઇન દિનોં`ની સારાની સૈફ સાથે થઈ રહી છે સરખામણી
સારા અલી ખાન ૪ જુલાઈએ રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનોં’ને કારણે ચર્ચામાં છે. ડિરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મમાં સારા પહેલી વાર ટૂંકા વાળ, ફ્રિન્જ અને ચશ્માં સાથે અલગ જ લુકમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર છે અને ફિલ્મનાં ગીતોમાં તેની ક્યુટ કેમિસ્ટ્રી દેખાઈ ચૂકી છે, પરંતુ સારાનો નવો લુક ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાકે તેની હેરસ્ટાઇલની સરખામણી ક્રિતી સૅનનના ‘ભેડિયા’ના લુક સાથે કરી છે જ્યારે કેટલાકને કૅટરિના કૈફનો ‘જગ્ગા જાસૂસ’નો લુક યાદ આવ્યો છે. જોકે આ સરખામણીમાં સૌથી શૉકિંગ સરખામણી સૈફ અલી ખાનના ‘હમશકલ્સ’ના સ્ત્રીપાત્રના લુક સાથે થઈ છે.
‘હમશકલ્સ’માં સૈફે તેના સહ-અભિનેતાઓ રિતેશ દેશમુખ અને રામ કપૂર સાથે ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં સ્ત્રીનાં કપડાં અને વિગ પહેર્યાં હતાં. સોશ્યલ મીડિયા પર ટ્રોલર્સે સારાના ‘મેટ્રો... ઇન દિનોં’ના લુક સાથે સૈફના ‘હમશકલ્સ’ની સ્ત્રી-લુકની રીલ્સ અને કોલાજ બનાવીને વાઇરલ કર્યાં છે.

