Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માનું બ્રેકઅપ?

સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માનું બ્રેકઅપ?

Published : 09 April, 2026 06:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માની રિલેશનશિપ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાના રિપોર્ટ છે. બન્ને લગભગ એક વર્ષથી વધુ સમયથી સાથે હતાં, પરંતુ થોડા સમય પહેલાં જ તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાના રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો હતો.

સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માનું બ્રેકઅપ?

સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માનું બ્રેકઅપ?


સાન્યા મલ્હોત્રા અને સિતારવાદક રિષબ રિખિરામ શર્માની રિલેશનશિપ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાના રિપોર્ટ છે. બન્ને લગભગ એક વર્ષથી વધુ સમયથી સાથે હતાં, પરંતુ થોડા સમય પહેલાં જ તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાના રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે સાન્યા અને રિષબે ૨૦૨૫ની શરૂઆતમાં ડેટિંગ શરૂ કર્યું હતું, પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. બન્નેએ સોશ્યલ મીડિયા પર એકબીજાને અનફૉલો પણ કરી દીધાં છે. રિષબ હવે કોઈ બીજી વ્યક્તિને ડેટ કરી રહ્યો છે, પરંતુ એ બાબતને ખૂબ જ ખાનગી રાખવામાં આવી રહી છે.

સાન્યા અને રિષબે ક્યારેય તેમના સંબંધને જાહેર રીતે સ્વીકાર્યો નહોતો. બન્ને હંમેશાં પોતાના સંબંધને પ્રાઇવેટ રાખતાં હતાં અને જાહેરમાં સાથે જોવા મળવાનું ટાળતાં હતાં. તેમ છતાં ફોટોગ્રાફર્સે ઘણી વખત બન્નેને એક જ સ્થળ પરથી અલગ-અલગ બહાર આવતાં સ્પૉટ કર્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK