લગ્ન પછી શર્મિન પતિ સાથે અમદાવાદ રહેતી હતી પણ હવે બાળકના જન્મ માટે મુંબઈ આવી છે.
શર્મિન સેહગલ
સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં આલમઝેબનો રોલ ભજવનારી ઍક્ટ્રેસ અને તેમની બહેન બેલા સેહગલની દીકરી શર્મિન સેહગલ નજીકના ભવિષ્યમાં પહેલા સંતાનને જન્મ આપશે. શર્મિને જાણીતી કંપની ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમન મહેતા સાથે ૨૦૨૩ના નવેમ્બરમાં ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી શર્મિન પતિ સાથે અમદાવાદ રહેતી હતી પણ હવે બાળકના જન્મ માટે મુંબઈ આવી છે. શર્મિન કે તેના પરિવારે સત્તાવાર રીતે આ સમાચારને સમર્થન નથી આપ્યું, પણ પરિવાર નવજાતને આવકારવા માટે તડામાર તૈયારી કરી રહ્યો છે.


