સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલે લગ્ન કરી લીધાં છે. તેણે અમન મેહતા સાથે લગ્ન કર્યાં છે. અમન ટૉરન્ટ ફાર્મસ્યુટિકલ્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
શર્મિન સેગલ, અમન મેહતા, સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલે લગ્ન કરી લીધાં છે. તેણે અમન મેહતા સાથે લગ્ન કર્યાં છે. અમન ટૉરન્ટ ફાર્મસ્યુટિકલ્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. શર્મિને તેનાં લગ્નમાં સિલ્વર લેહંગા અને બ્લાઉઝ પહેર્યાં હતાં. અમને આઇવરી શેરવાની પહેરી હતી. શર્મિનના ફ્રેન્ડ્સ દ્વારા તેમના ફોટો શૅર કરવામાં આવ્યા હતા અને એ ફોટોને શર્મિને તેની ઇન્સ્ટાસ્ટોરીમાં રી-શૅર કર્યા હતા. શર્મિનની મમ્મી બેલા સેગલ પણ કેટલાક ફોટોમાં જોવા મળી રહી હતી. શર્મિનની મેંદીમાં ડૉગી અને પીત્ઝા જોવા મળી રહ્યા છે. શર્મિને ‘મલાલ’ અને ‘અતિથિ ભૂતો ભવ’માં કામ કર્યું છે. તે હવે સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી’માં પણ જોવા મળવાની છે.


