સંજય દત્તે મોટી દીકરી ત્રિશલાને આપી જન્મદિવસની શુભેચ્છા
સંજય દત્ત મોટી દીકરી ત્રિશલા સાથે
રવિવારે સંજય દત્તની મોટી દીકરી ત્રિશલા દત્તની સાડત્રીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે સંજયે દીકરી સાથેની એક તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરીને તેને પ્રેમભરી શુભેચ્છા પાઠવી. આ તસવીરમાં ત્રિશલા પોતાના પિતાને ગળે લગાવીને હસતી જોવા મળે છે. સંજયે તસવીર સાથે લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ, ત્રિશલા દત્ત. તારા પર ગર્વ છે, હું તને ખૂબ પ્રેમ કરું છું.’
આ પહેલાં ૨૯ જુલાઈએ સંજયની ૬૬મી વર્ષગાંઠ પર ત્રિશલાએ પણ જૂની તસવીર સાથે પોતાના પિતાને શુભેચ્છાઓ આપી હતી. તેણે લખ્યું, ‘તમારા માટે મારો પ્રેમ દરરોજ વધતો જાય છે.’
સંજય દત્ત ત્રણ બાળકોનો પિતા છે. ત્રિશલા તેની પ્રથમ પત્ની દિવંગત રિચા શર્માથી ૧૯૮૮માં જન્મી હતી. રિચાનું ૧૯૯૬માં બ્રેઇન-ટ્યુમરને કારણે અવસાન થયું હતું. ત્રિશલા હાલમાં અમેરિકામાં રહે છે અને ત્યાં સાઇકોથેરપિસ્ટ તરીકે કામ કરે છે.


