હાલમાં એક વર્ક-કમિટમેન્ટ માટે બહાર નીકળતી વખતે સમન્થાને ફૅન્સની ભીડે ઘેરી લેતાં તે ફસાઈ ગઈ હતી
સમન્થા રુથ પ્રભુ ફૅન્સની ભીડમાં
તાજેતરમાં ઍક્ટ્રેસ નિધિ અગરવાલને હૈદરાબાદમાં ‘ધ રાજાસાબ’ની સૉન્ગ લૉન્ચ ઇવેન્ટ દરમ્યાન ફૅન્સે બહુ ખરાબ રીતે ઘેરી લીધી હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ હૈદરાબાદમાં સમન્થા રુથ પ્રભુએ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં એક વર્ક-કમિટમેન્ટ માટે બહાર નીકળતી વખતે સમન્થાને ફૅન્સની ભીડે ઘેરી લેતાં તે ફસાઈ ગઈ હતી અને તેને માટે ચાલવાનું કે કાર સુધી પહોંચવાનું મુશ્કેલ થઈ ગયું હતું. એ પછી તે સિક્યૉરિટીની મદદથી માંડ-માંડ ગિરદીમાંથી બહાર નીકળી શકી હતી.


