બૉમ્બે હાઈ કોર્ટની પરવાનગીથી નારાજ થયેલા સામાજિક કાર્યકરો અને પર્યાવરણપ્રેમીઓએ ચારકોપમાં ટર્ઝન પૉઇન્ટ પર ગઈ કાલે શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું
તસવીર : સતેજ શિંદે
વર્સોવાથી દહિસર વચ્ચે પ્રસ્તાવિત કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૪૫,૬૭૫ મૅન્ગ્રોવ્ઝ નષ્ટ કરવાની બૉમ્બે હાઈ કોર્ટની પરવાનગીથી નારાજ થયેલા સામાજિક કાર્યકરો અને પર્યાવરણપ્રેમીઓએ ચારકોપમાં ટર્ઝન પૉઇન્ટ પર ગઈ કાલે શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું. સ્થાનિકોએ પણ વર્સોવાનાં ૬૦,૦૦૦ મૅન્ગ્રોવ્ઝમાંથી ૪૫,૬૭૫ મૅન્ગ્રોવ્ઝને બચાવવા માટે હાથમાં બૅનર લઈને અપીલ કરી હતી. મૅન્ગ્રોવ્ઝ કાપવાને કારણે મુંબઈને અને પર્યાવરણને કેટલું નુકસાન થશે એ વિશે જાગૃતિ લાવવા માટે પણ વિવિધ અહેવાલો અને ફોટો દર્શાવીને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.


