આ જોડી વચ્ચે અફેર ચાલી રહ્યું છે એવી ઘણા સમયથી ચર્ચા છે
સમન્થા રુથ પ્રભુ સાથીદાર રાજ સાથે પહોંચી તિરુપતિ બાલાજી
સમન્થા રુથ પ્રભુ હવે ઍક્ટિંગની સાથે પ્રોડક્શનના ફીલ્ડમાં પણ હાથ અજમાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સમન્થા પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં ઍક્ટ્રેસનું નામ ફેમસ ડિરેક્ટર રાજ નિદિમોરુ સાથે જોડાયું છે. જોકે બન્નેમાંથી કોઈએ આ મુદ્દે સ્પષ્ટતા નથી કરી.
૯ મેના દિવસે સમન્થાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘શુભમ’ રિલીઝ થવાની છે અને આ રિલીઝ પહેલાં તે તિરુપતિ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચી ગઈ હતી. અહીં તેની સાથે રાજ નિદિમારુ પણ જોવા મળ્યો હતો. સમન્થા અને રાજે તિરુપતિ બાલાજી મંદિરમાં સાથે દર્શન કર્યાં હતાં. તેમની આ મુલાકાત પછી ફરીથી તેમની ડેટિંગની ચર્ચાએ વેગ પકડ્યો છે.
ADVERTISEMENT
સમન્થા અને રાજ આ પહેલાં પણ પિકલબૉલ ટુર્નામેન્ટમાં જોવા મળ્યાં હતાં અને એ સમયની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આ બન્નેએ ઍક્ટર વરુણ ધવન સાથે પ્રોજેક્ટ ‘સિટાડેલ : હની બની’માં પણ કામ કર્યું છે અને સેટ પર તેમની કેમિસ્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે રાજ પરણેલો છે, પણ તેણે પોતાના અંગત જીવન વિશે જાહેરમાં સ્પષ્ટતા નથી કરી.


