તેની દસમા ધોરણની માર્કશીટ ઑનલાઇન જોવા મળી રહી છે
સમન્થા રુથ પ્રભુ, દસમા ધોરણની માર્કશીટ
સમન્થા રુથ પ્રભુ સફળ ઍક્ટ્રેસ તો છે જ પણ સાથોસાથ તે સ્કૂલ-લાઇફમાં પણ બહુ હોશિયાર સ્ટુડન્ટ હતી. હાલમાં તેની દસમા ધોરણની માર્કશીટની એક તસવીર ઑનલાઇન જોવા મળી છે અને એ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ રિપોર્ટ-કાર્ડ પ્રમાણે સ્કૂલ-લાઇફમાં સમન્થાની ગણતરી ટૅલન્ટેડ વિદ્યાર્થિની તરીકેની હતી અને તેનો રેકૉર્ડ ખૂબ સારો હતો.
સમન્થાની માર્કશીટ જોઈએ તો એમાં ગણિતમાં ૧૦૦, અંગ્રેજીમાં ૯૦, તામિલ/હિન્દી IIમાં ૮૮ અને ઇતિહાસમાં ૯૧ માર્ક્સ છે. સમન્થાનું આ પરિણામ જોઈને ફૅન્સ આનંદથી ઊછળી રહ્યા છે. આ માર્કશીટમાં સમન્થાની ટીચરે તેને માટે ‘સ્કૂલ માટે ઍસેટ’ એવી નોંધ પણ લખી છે.

